Folgen

  • ફૂલની વ્યથા
    Jul 26 2023
    ફૂલની વ્યથા, ચાલતા ચાલતા મારા પગે પડ્યું એક ગુલાબનું ફૂલ, રડતું, કકડતું, ઝઝૂમતું, ગ્લાનિઓની સુગંધ ફેલાવતું હતું, મેં પણ પૂછી લીધું; "શું થયું? કેમ આ દશા?" પછી જે ચાલુ કરી એની "વ્યથા", "માળી લુચ્ચો છે, સ્ત્રોત છું હું પૈસાનો એના કાજે! તોયે મને તોડવામાં પ્રેમ એ દાખવતો નથી, મને એ પહેલા તો મરોડી નાખે છે, મારી તે બંને આંખો ફોડી નાખે છે. હું ભાગવા વિચારું એ પહેલાં તો, માળી મારા બંને પગ તોડી નાખે છે. આ સાંભળતા જ મને એને ઉઠાવવાનું મન થયું, હું નમ્યો. ત્યાં જ અવાજ આવ્યો "થોભી જા!" ફરી અંતરાત્માએ સવાલ ઉભો કર્યો કે "કેમ ફૂલ કેમ?" ભાગ બીજો વ્યથાનો શરૂ થયો; "હું ઘાયલ છું, લોહીલુહાણ છું, મારી એ ઈચ્છા જ નથી કે મારું રક્ત પરાંગને લોહીત કરે! હું જાણું છું, મને જેણે લોહી નથી બક્ષ્યું એના ભાગમાં રક્તસ્પર્શ કેમ આવે? હું જીર્ણ છું પણ મારી લાગણીઓ જીવંત છે." મારા મોંમાંથી નીકળ્યા થોડાક શબ્દો; "અદભુત, અદભુત અદભુત." ફરી એ વાંકુ વળેલું મુખ બોલ્યું; "હજુ કશું સાંભળવું છે તારે?" મેં પણ હોશકારે કહી દીધું કે કેમ નહીં? ત્યાં ખુલ્યો વ્યથાનો ત્રીજો પડદો; "મારી અમુક ઈચ્છા હતી, ક્યારેય મારે અત્તર નહોતું બનવું, ચીસો પાડવી મારું કામ હતું જ નહીં! મારે ના તો માળાએ ગૂંથાવું 'તું. જ્યાં સુધી મારી સુગંધ ત્યાં સુધી હું! એ કાળ બાદ મને મારા મિત્રો સાથે પાણી ભેગું કરી દેવાતું. મારે બનવું હતું કોઈક માટે પ્રેમ, જેના દ્વારા ઉદભવે પ્રેમ, જેની સુગંધથી ફેલાય પ્રેમ, પણ અફસોસ! હું ના બની શક્યું, મારી આંખો હજી એ ઈચ્છાને લઈને રડે છે, આ જ દ્રશ્યો મને અત્યંત ભારે થઈ પડે છે. અને હું નહિ જીવું........" બોલતા બોલતા જ એક ગલુડિયું એ ફૂલની પાંખડીઓ ફેંદતું ફેંદતું એના મૃત્યુ વિશેની ખબરને સત્યતા આપી ચાલ્યું જાય છે. ~આદર્શ
    Mehr anzeigen Weniger anzeigen
    2 Min.
  • અકૂપાર પ્રકરણ ૪ ભાગ ૧
    Jun 28 2023
    શું ક્યારેય ગીરમાં કેમ્પ થઈ શકે? એ પણ એવી દીકરીઓ માટે જે ગીરને ઓળખતી પણ ન હોય. આવું જ કંઇક આ પ્રકરણમાં આપ્યું છે. લેખકના મુખ્ય પાત્રની એહમદને મળવાની ઈચ્છા અને સાથે એ છોકરી વિશે જાણવું જેની ઝાંઝર રમઝના પાસે મૂકી દીધેલી. આવા અનેક રસપ્રદ પ્રસંગો આ પ્રકરણમાં છે તો અચૂક સાંભળજો.
    Mehr anzeigen Weniger anzeigen
    14 Min.
  • અકૂપાર પ્રકરણ ૩ ભાગ ૨ પૂર્ણ
    Jun 2 2023
    બાજ જેવો મોર! ગીરમાં બધા એકસાથે જોવા મળે! ગીર તો ગીર છે એટલે જ તો એને આઈમા ખમ્મા કહે છે. ગીરની આવી જ જાણી અજાણી વાતો માણો આ નવા પ્રકરણમાં. લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે. Follow me on instagram https://instagram.com/sunil_gohil7?igshid=MzNlNGNkZWQ4Mg==
    Mehr anzeigen Weniger anzeigen
    9 Min.
  • અકૂપાર પ્રકરણ ૩ ભાગ ૧
    May 30 2023
    ગીર શું છે? ગીરને આઈ મા હમેંશા ખમ્મા કેમ કહે છે? ગીરમાં સાવજ સાથે હરણ પણ જોવા મળે છે. હરણ જેવું શાંત પ્રાણી પણ સતત ચેતતુ રહે. મુસ્તુફા નામનો શિકારી આવીને ગીરના ડુંગરના નામ આપે. અરે સાવ નવીન! ડુંગરના પણ લગ્ન થાય! છે ને નવીન! તો આ બધું આ પ્રકરણના પહેલા ભાગમાં છે. અંત સુધી સાંભળજો મોજ આવી જશે. આપ મને ઈન્સ્ટાગ્રામમાં નીચેની લિંકથી ફોલો કરી શકો છો. https://instagram.com/sunil_gohil7?igshid=MzNlNGNkZWQ4Mg==
    Mehr anzeigen Weniger anzeigen
    11 Min.
  • અકૂપાર પ્રકરણ ૨ ભાગ ૨ અંતિમ
    May 23 2023
    ગીરમાં આવેલો ચિત્રકાર શું સામે ઉભેલી સિંહણથી બચી શકવાનો? શું પેલી છોકરી એની કોઈ કરામતથી આ ચિત્રકારને બચાવી લેશે? અને કોણ છે એ છોકરી? એ આ સિંહણને નામથી કેમ ઓળખે છે? અને એ સિંહણ પણ જાણે એ છોકરીને ઓળખે છે. આ બધા સવાલોના જવાબ આ ભાગના પોડકાસ્ટમાં છે. તો વાંચતા રહી લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે. Follow me on instagram https://instagram.com/sunil_gohil7?igshid=MzNlNGNkZWQ4Mg==
    Mehr anzeigen Weniger anzeigen
    15 Min.
  • અકૂપાર પ્રકરણ ૨ ભાગ ૧
    May 20 2023
    એક અદ્ભુત નવલકથા જેના પ્રકરણ ૨ માં ગીરની આન બાન અને શાન સિંહણ અને એના બાળ બચ્ચા વિશે વાત કરી છે. એ ઝાંઝરવાળી છોકરી પણ શું સામે આવશે? લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે.
    Mehr anzeigen Weniger anzeigen
    12 Min.
  • અકૂપાર પ્રકરણ ૧ ભાગ ૨ પૂર્ણ
    May 18 2023
    લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે. આજે પ્રથમ પ્રકરણનો બીજો અને અંતિમ ભાગ સાંભળીએ.
    Mehr anzeigen Weniger anzeigen
    14 Min.
  • અકૂપાર પ્રકરણ ૧ (ભાગ ૧)
    May 1 2023
    લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે.
    Mehr anzeigen Weniger anzeigen
    11 Min.