Sunil Gohel's Podcast Titelbild

Sunil Gohel's Podcast

Sunil Gohel's Podcast

Von: Sunil Gohil
Jetzt kostenlos hören, ohne Abo

Über diesen Titel

ગુજરાતી વાર્તાઓનો ખજાનો. લોકો સુધી વધુને વધુ ગુજરાતી સાહિત્ય પહોંચે તેવો એક પ્રયાસ.Sunil Gohil Kunst
  • ફૂલની વ્યથા
    Jul 26 2023
    ફૂલની વ્યથા, ચાલતા ચાલતા મારા પગે પડ્યું એક ગુલાબનું ફૂલ, રડતું, કકડતું, ઝઝૂમતું, ગ્લાનિઓની સુગંધ ફેલાવતું હતું, મેં પણ પૂછી લીધું; "શું થયું? કેમ આ દશા?" પછી જે ચાલુ કરી એની "વ્યથા", "માળી લુચ્ચો છે, સ્ત્રોત છું હું પૈસાનો એના કાજે! તોયે મને તોડવામાં પ્રેમ એ દાખવતો નથી, મને એ પહેલા તો મરોડી નાખે છે, મારી તે બંને આંખો ફોડી નાખે છે. હું ભાગવા વિચારું એ પહેલાં તો, માળી મારા બંને પગ તોડી નાખે છે. આ સાંભળતા જ મને એને ઉઠાવવાનું મન થયું, હું નમ્યો. ત્યાં જ અવાજ આવ્યો "થોભી જા!" ફરી અંતરાત્માએ સવાલ ઉભો કર્યો કે "કેમ ફૂલ કેમ?" ભાગ બીજો વ્યથાનો શરૂ થયો; "હું ઘાયલ છું, લોહીલુહાણ છું, મારી એ ઈચ્છા જ નથી કે મારું રક્ત પરાંગને લોહીત કરે! હું જાણું છું, મને જેણે લોહી નથી બક્ષ્યું એના ભાગમાં રક્તસ્પર્શ કેમ આવે? હું જીર્ણ છું પણ મારી લાગણીઓ જીવંત છે." મારા મોંમાંથી નીકળ્યા થોડાક શબ્દો; "અદભુત, અદભુત અદભુત." ફરી એ વાંકુ વળેલું મુખ બોલ્યું; "હજુ કશું સાંભળવું છે તારે?" મેં પણ હોશકારે કહી દીધું કે કેમ નહીં? ત્યાં ખુલ્યો વ્યથાનો ત્રીજો પડદો; "મારી અમુક ઈચ્છા હતી, ક્યારેય મારે અત્તર નહોતું બનવું, ચીસો પાડવી મારું કામ હતું જ નહીં! મારે ના તો માળાએ ગૂંથાવું 'તું. જ્યાં સુધી મારી સુગંધ ત્યાં સુધી હું! એ કાળ બાદ મને મારા મિત્રો સાથે પાણી ભેગું કરી દેવાતું. મારે બનવું હતું કોઈક માટે પ્રેમ, જેના દ્વારા ઉદભવે પ્રેમ, જેની સુગંધથી ફેલાય પ્રેમ, પણ અફસોસ! હું ના બની શક્યું, મારી આંખો હજી એ ઈચ્છાને લઈને રડે છે, આ જ દ્રશ્યો મને અત્યંત ભારે થઈ પડે છે. અને હું નહિ જીવું........" બોલતા બોલતા જ એક ગલુડિયું એ ફૂલની પાંખડીઓ ફેંદતું ફેંદતું એના મૃત્યુ વિશેની ખબરને સત્યતા આપી ચાલ્યું જાય છે. ~આદર્શ
    Mehr anzeigen Weniger anzeigen
    2 Min.
  • અકૂપાર પ્રકરણ ૪ ભાગ ૧
    Jun 28 2023
    શું ક્યારેય ગીરમાં કેમ્પ થઈ શકે? એ પણ એવી દીકરીઓ માટે જે ગીરને ઓળખતી પણ ન હોય. આવું જ કંઇક આ પ્રકરણમાં આપ્યું છે. લેખકના મુખ્ય પાત્રની એહમદને મળવાની ઈચ્છા અને સાથે એ છોકરી વિશે જાણવું જેની ઝાંઝર રમઝના પાસે મૂકી દીધેલી. આવા અનેક રસપ્રદ પ્રસંગો આ પ્રકરણમાં છે તો અચૂક સાંભળજો.
    Mehr anzeigen Weniger anzeigen
    14 Min.
  • અકૂપાર પ્રકરણ ૩ ભાગ ૨ પૂર્ણ
    Jun 2 2023
    બાજ જેવો મોર! ગીરમાં બધા એકસાથે જોવા મળે! ગીર તો ગીર છે એટલે જ તો એને આઈમા ખમ્મા કહે છે. ગીરની આવી જ જાણી અજાણી વાતો માણો આ નવા પ્રકરણમાં. લેખક શ્રી ધ્રુવ ભટ્ટની કલમે લખાયેલ ગુજરાતની ઉત્તમ નવલકથા જે ગીર વિશે છે. Follow me on instagram https://instagram.com/sunil_gohil7?igshid=MzNlNGNkZWQ4Mg==
    Mehr anzeigen Weniger anzeigen
    9 Min.
Noch keine Rezensionen vorhanden